Wednesday, February 5, 2014

ચાલો રમત રમિયે



ચાલો રમત રમિયે...એક્મેક ને ઉકેલિયે

શરૂ બિંદુ થી કરીયે...પુરુ વર્તુળ પર કરીયે
થોડા વિસ્તરિયે ..થોડા સંકોચાઇયે
કદીક સ્પષ્ટ.. તો કદીક અસ્પષ્ટ થઈયે
થોડુ ભુલિયે.. થોડુ સમરિયે
કદીક માનવ ..તો કદીક ઈશ્વર થઈયે
કદીક ભ્રમ લાગે..કદીક હ્કીકત
થોડા જીવ ..થોડા શિવ થઈયે
થોડુ જીવીયે ..થોડુ મરીયે
ઘરથી સ્મશાન..સ્મશાન થી પર જઈયે
ચાલ ને રમતા રમતા આ ગુંચવણ ઉકેલિયે !!

No comments: