Wednesday, January 22, 2014

તમે કોણ??



માણસ છુ ભાઈ માણસ છુ
અડધો પડધો માણસ છુ
પુર્ણ તો ક્યાંય કશુ યે છે
અધૂરો અધૂરો સૌ નો છુ..
માણસ છુ ભાઈ માણસ છુ

થોડો તારો થોડો આનો
અમથો લગીર પોતાનો
થોડો ભર્મ નો,થોડો મર્મ નો
આખે આખે કર્મ નો..
માણસ છુ ભાઈ માણસ છુ

થોડો ઉંડો, ઘણો છિછરો
મારો પાર ના પામનારો
ના બંધાઉ ના ફેલાયો
એક વર્તુળ માં વિસ્તાર્યો..
માણસ છુ ભાઈ માણસ છુ

માઁ ભોમ, તારી માટી નો
એક પામર માણસ છું

1 comment:

Unknown said...

...kavi e lakhe chhe je mara man ma chhe...hu mane j par nathi pami sakto...!!! vah...