કશું પામવાનું નહ્તુ, તો આ શું ખૂટ્યુ??
મારી ભિતર આ શું તૂટ્યું??
ખાલી તો હૂઁ આવ્યો ત્યારેય નહ્તો
તારા જવાથી આજ શું ખૂટ્યુ??
એક એક તણખલુ ભેગુ કરી માળો બાંધ્યો
તને માળા માં એવુ તે શું ખૂટ્યુ?
આકર્ષણ હતુ તને આ સાદગી નુ
અસ્તિત્વ એમાં અદાઓ નુ ખૂટ્યુ??
પ્રેમ થકી તે પેટ ભરાતા હશે કાંઈ?
મને જ્ઞાન વ્યવહારુ સમજણ નુ ખૂટ્યુ
વિશ્વાસ હતો જે તુજ પર એ સ્થિર રહ્યો
તારા જવાથી ખાસ કાંઈ નહી,બસ
મારી ભિતર તડડડ કાંઈક તૂટ્યુ !!
1 comment:
225kaik tutiu....bhiter...excellant....
Post a Comment