હું છું તારો મોરલો ને તુ છે મારી ઢેલ'
આ કવિતા લખવી,નથી કાંઇ ખાવાના ખેલ..
આ તો શબ્દોની રચના અને અલંકારોના ખેલ
આંમા ના ચાલે કાંઈ ભાષા એલફેલ..
'સાવ કોરુ કાટ હ્ર્દય'..પછી ભલેને હોય આંસુની રેલમ્છેલ
લાગણી ના નહિં આ શબ્દની સુન્દરતાના ખેલ..
વેદના થોડી લાવો ક્યાંકથી..વળી કરો એમાં વિરહ નો મેલ
આ કવિતા છે દર્દને, દોસ્તોમાં વહેંચ્વાનો ખેલ..
દિલની અસ્હય થયેલી વેદનાને કાગળ પર મેલ
હર એક દર્દ ભર્યા શેર પર 'દાદ' મેળવવાના ખેલ..
આ કવિતા લખવી, નથી કાંઈ ખાવાના ખેલ
No comments:
Post a Comment